Site icon ચક્રવાતNews

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 734 બોટલો ઝડપાઈ; આરોપી ફરાર 

મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૩૪ બોટલો કિં રૂ. ૧,૫૫,૬૦૮ નો મુદ્દામાલ મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરી નં -૦૪મા રહેતા આરોપી અંકિત અરૂણભાઇ રાઠોડ એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૩૪ કિં રૂ.૧,૫૫,૬૦૮નો પોલીસે કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version