મોરબીમાં સમાધાન કરવા ગયેલ યુવક સહિતનાઓ પર છરી વડે હુમલો
Morbi chakravatnews
મોરબી: મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કારખાનામાં કોન્ટ્રાકટર રાખતા યુવકને આરોપીની દિકરી સાથે મનમેળ હોય જે વાતની જાણ આરોપીને થતા આ વાતનું સમાધાન કરવા માટે યુવકને બોલાવી ગાળો આપી યુવક સહિતના સાહેદો પર છરી વડે હુમલો કરતા સાહેદ સાગર ઉર્ફે રાહુલને ઇજાઓ પહોંચાડી માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં લાયકોસ બાથવેર કારખાનામાં રહેતા અને કોન્ટ્રાકટરનો ધંધો કરતા નિલેશભાઈ નાજાભાઈ પંચાલ (ઉ.વ.૨૪)એ ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીની દિકરી સાથે મનમેળ હોય જે વતની જાણ આરોપીને થતા આ વાતનું સમાધાન કરવા કારખાનાના ગેટ પાસે બોલાવી ફરીયાદીને આરોપી મારવા જતા હોય તે વખતે સાહેદ સાગર ઉર્ફે રાહુલ વચ્ચે પડતા સાહેદને છરી વડે ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.