મોરબીમાં સૌપ્રથમ વખત ‘ પેન ફેશિયલ ફ્રેક્ચર ‘ માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી
Morbi chakravatnews
મોરબીમાં 19 વર્ષ નો યુવાન બાઈક લઈ હાઈવે પર જતો હતો ત્યારે અચાનક આગળ જઈ રહેલા ટ્રકે બ્રેક મારતા બાઈક ટ્રક માં ઘૂસી જતાં ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
આયુષ હોસ્પિટલમાં માં મોરબી ના એક માત્ર પ્લાસ્ટિક સર્જન ડૉ આશિષ હડિયલ એ દર્દી ને તપાસ કરી સીટી સ્કેન કરાવતા પેન ફેશિયલ ફ્રેકચર એટલે કે દર્દી ના ચહેરા ના લગભગ બધા જ હાડકા તૂટી ગયા હતા. જેમ કે આંખો ની આજુબાજુ ના ,નાક ના , બન્ને જડબા ના , વિગેરે હાડકા ના ફ્રેકચર થયેલા હતા.
ડો આશિષ હડિયલ દ્વારા લેટેસ્ટ 3D ct scan ટેકનોલોજી દ્વારા પ્લાનિંગ કરી દર્દી પર જટિલ ઓપરેશન કરવામાં આવ્યું. બધા જ ફ્રેકચર ને પાછા બેસાડી ટાઇટેનિયમ ધાતુ ની પ્લેટ અને સ્ક્રુ ફીટ કરવામાં આવ્યા. ઉપર અને નીચે ના જડબા ને arch bar નાંખી તાર થી બાંધી તુટી ગયેલા દાંતને નોર્મલ સ્થિતિમાં લાવવામાં આવ્યા હતાં.
આ ઓપરેશન માટે દર્દી ને બેભાન કરવા માટે નુ એનેસ્થેસિયા પણ જોખમી હતું કારણ કે નાક કે મોં ના ભાગ થી ટ્યુબ નાખવી શક્ય ના હોવા થી submental intubation એટલે કે દાઢી ના નીચેના ભાગમાંથી નાનું હોલ બનાવી ટ્યુબ નાખવામાં આવી.. એનેસ્થેસિયા ડૉક્ટરો ની ટીમ નું પણ યોગદાન રહ્યુ હતુ.
ઘર આંગણે દર્દી ને જટિલ ઓપરેશન કરી આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતા દર્દી અને સગા એ ડોક્ટર અને હોસ્પિટલ નો આભાર માન્યો હતો.