Site icon ચક્રવાતNews

મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી

મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ માં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ ઉપરાંત બે બેંક સમાજવાડી સ્કૂલ અને જથ્થાબંધ સામાનના વિક્રેતા આવેલા હોવાથી નાના મોટા વાહનો રોડની બંને બાજુ અવ્યવસ્થિત પાર્કિંગ કરતા હોવાથી આગ કે અકસ્માત અને રેસ્ક્યુકોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને જવામાં અવરોધ થાય અને ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થતો હોવાથી સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર સુધારા શેરી સરદાર રોડ પર નાના-મોટા વાહનોનું પાર્કિંગ મહિનાની એકી તારીખ દરમિયાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખ દરમિયાન રોડની જમણી બાજુએ કરવાનું રહેશે. આ જાહેરનામું તારીખ ૧૫/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Exit mobile version