Site icon ચક્રવાતNews

મોરબીમાં 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાશે

મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, પ્રાંત અધિકારીશઓ મામલતદારઓ, ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version