Site icon ચક્રવાતNews

મોરબીમાં યુવાને ઝેરી દવા ગટગટાવી 

મોરબી: મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટવાળી શેરીમાં કેળાના ગોડાઉન પાછળ કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટવાળી શેરીમાં કેળાના ગોડાઉન પાછળ રહેતા હર્ષદભાઈ વિનોદભાઈ મકવાણા ઉ.વ.૨૫વાળા કોઈપણ વખતે પોતાના ઘરે પોતાની રીતે કોઈ કારણસર ઝેરી દવા પી સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version