Site icon ચક્રવાતNews

મોરબીમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી વીશીપરા મદીના સોસાયટી પાસેથી દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી વીશીપરા મદીના સોસાયટી સેવન સરકાર દુકાનની સામે રોડ ઉપરથી આરોપી વસીમ અનવરભાઇ માલાણી (મિયાણા) ઉંવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર, વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના દેશી તમંચા નંગ-૧ કિં રૂ.૫૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Exit mobile version