મોરબીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે બે ઈસમો ઝડપાયા
Morbi chakravatnews
મોરબી: મોરબી શકત શનાળા ગામ પાસે હાઈવે રોડ પરથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં ખાલી નામની દારૂબંધી છે બાકી દારૂ તમાંમ જીલ્લાઓમાં જ્યાં જોઈએ ત્યાં મળિ રહે છે તેમા પણ મોરબીએ થોડા કેટલાક સમયથી ઈંગ્લીશ દારૂના વેચાણમાં માજા મુક્યા છે ત્યારે મોરબીના શકત શનાળા ગામ પાસે હાઈવે રોડ પરથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી શાકીરભાઈ રજાકભાઈ બ્લોચ (ઉ.વ.૨૦) રહે. મોરબી કાલીકા પ્લોટ શેરી નં -૦૨ તથા સાહીલભાઈ મહેબુબભાઈ ફલાણી (ઉ.વ.૨૩) રહે. મોરબી કાલીકા પ્લોટ શેરી નં -૦૨ મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.