મોરબીમાંથી વિદેશી દારૂની ૪૩૨ બોટલ સાથે સગીર ઝડપાયો; બે ફરાર
Morbi chakravatnews
મોરબી: મોરબીના લાતી પ્લોટમાં તળાવ કાંઠેથી ઈંગ્લીશ દારૂની ૪૩૨ બોટલો સાથે એક કિશોર ઝડપાયો હતો જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે. મોરબી મકરાણીવાસ તથા અલ્તાફ હાજીભાઇ ખોડ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ ગેસના ગોડાઉન પાસે વાળા બંને ઇસમો લાતીપ્લોટ તળાવના કાંઠે ઘાસમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે.જેથી બાતમીના આધારે લાતીપ્લોટમા આવેલ તળાવ કાંઠે રેઇડ કરતા એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળકીશોર તળાવકાંઠે ઘાસમાથી ઇગ્લીશદારૂ ની હેરફેર કરતા મળી આવતા તેની પાસે થી ઇંગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૪૩૨ કિ.રૂ.૧૬૪૩૨૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ વેચાણ કરવા સારૂ આપનાર આરોપી મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે.મોરબી મકરાણીવાસ તથા આરોપી અલ્તાફ હાજીભાઇ ખોડ રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ ગેસના ગોડાઉન પાસે મોરબીવાળો રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.