Site icon ચક્રવાતNews

મોરબીના આંગણે શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન

મોરબી: મોરબીના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર) એપ્રિલ 2024 સુધી રોજ રાત્રે 8:30 વાગ્યાથી સન સીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર ઘુનડા રોડ ખાતે કરવામાં આવેલ છે.

જેના વક્તા પદે પૂજ્ય સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી (સરધાર વાળા) વ્યાસાસને બિરાજી કથા રસપાન કરાવશે તો બહોળી સંખ્યામાં તમામ હરિભક્તોને કથા વાર્તાનો લાભ લેવા પરિવાર તેમજ મિત્ર મંડળ સહિત પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Exit mobile version