મોરબીના ભડીયાદ રોડ પર કારખાનામાં પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત
Morbi chakravatnews
મોરબી: મોરબીના ભડીયાદ રોડ પર આવેલ ૭૭૭ કારખાનામાં પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ પર આવેલ ૭૭૭ કારખાનામાં રહેતા જયસિંગ રાઘવસિંગ ઉ.વ.૪૫વાળા ગત તા ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતા હતા ત્યારે હાઈટ ઉપરથી નીચે પડી જતા જયસિંગ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.