Site icon ચક્રવાતNews

મોરબીના ચીફ ઓફિસર અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરાઈ

મોરબી: ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરાઈ.

મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈ કાલના રોજ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. સાથે જ આ ઓર્ડરમાં આરઆઈસી ગાંધીનગરના સૂરજ સુથારને કચ્છના નખત્રાણા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. આ બદલી ઓર્ડરને કારણે હાલમા હળવદ પ્રાંત અધિકારી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડેલ છે.

Exit mobile version