Site icon ચક્રવાતNews

મોરબીના ઘુંટુ ગામ નજીક કોઈ કારણસર આધેડનું મોત 

મોરબી એન્ટીક સિરામિક કેનાલથી ઘુંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખુલી જગ્યામાં કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ રોયલ ટચ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજુરી કરતા લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈ દુર્ગાભાઈ મહાલી ઉ.વ.૫૦વાળો કોઈને કહ્યા વગર રૂમેથી જતો રહેલ હોય અને કોઈ પણ સમયે મોરબી એન્ટીક સીરામીક કેનાલથી ઘૂંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ મોટા ખાડામાં ખુલ્લી જગ્યામાં કોઈ કારણસર આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version