મોરબીના ઘૂંટુ ગામે મંગળવારે ઐતિહાસિક નાટક તથા કોમીક યોજાશે
Morbi chakravatnews
મોરબી તાલુકાના ઘૂંટુ ગામે બહુચર યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક તથા કોમીકનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં આગામી તા. 08 નવેમ્બર 2022 ને મંગળવારના રોજ જૂના ગામના જાંપે રાત્રે 10 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ “પૃથ્વીરાજ ચૌહાણ” અને મહાન ધાર્મિક નાટક સત્યવાદી “રાજા હરિશ્ચંદ્ર” યોજાશે. આ ઉપરાંત અહીં પેટ પકડીને હસાવે તેવું કોમીક “નભલો પભલો” પણ ભજવવામાં આવશે જેથી આ તકે નાટક નિહાળવા આવવા માટે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.