Site icon ચક્રવાતNews

મોરબીના ઘુંટુ ગામ નજીક જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક પાર્થ હોટલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને સયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ઘુંટુ ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે, પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં ખુલ્લામાં, અમુક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે રેઇડ કરતા પાંચ ઇસમો દયારામભાઇ શામજીભાઇ સોરીયા ઉવ-૬૩ રહે. ધુટુ તા.જી. મોરબી, યુનુસભાઇ હબીબભાઇ રાઠોડ ઉવ-૪૬ રહે. મોરબી,વાવડીરોડ, કોમન પ્લોટ શ્રીજીપાર્ક, રાધવજીભાઇ ભુરાભાઈ પરેચા ઉવ-૬૩ રહે. ઘુંટુ, હરીનગર, તા.જી. મોરબી, દીલીપભાઇ રૂગનાથભાઇ સરવડીયા ઉવ-૫૦ રહે. મોરબી સામાકાંઠે, પ્રભુકૃપા- બી, રૂપેશભાઇ લખમણભાઇ કલોલા ઉવ-૪૮ રહે. મોરબી ધુનડારોડ, શિવમ એપાર્ટમેન્ટ મોરબીવાળાને રોકડા રૂ. ૭૨,૪૮૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Exit mobile version