મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાની ઘુટુ ગામની સીમમાં લખધીરપુર રોડ કેરોનાઇટ કજારીયા (મેટ્રો પોલ) સીરામીકના કારખાનાની લેબર કોલોનીની ઓરડીમાં રહેતા અખીલેશ ખરપતુભાઈ વર્મા ઉ.વ.૨૩વાળાને સગાઈ જેની સાથે થયેલ તે છોકરી સાથે બોલાચાલી ઝઘડો થતા છતના ભાગે પંખા સાથે ઓઢવાની સાલ વડે ગળેફાંસો ખાઈ જતાં અખીલેશ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.