Site icon ચક્રવાતNews

મોંરબીના જેલ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી જેલ ચોકમાં જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના જેલ ચોકમાં જાહેરમાં એજાજભાઈ રહેમાનભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮) રહે. પંચાસર રૉડ જનકનગર સોસાયટી મોરબી મુળ રહે હળવદ મોટુ ફળીયુ જી.મોરબી, તૌહીદભાઈ અજીતભાઈ ચૌહાણ (ઉ.વ.૧૯) રહે. જોન્સનગર શેરી નં.૮ મોરબી તથા ઈમરાનભાઈ સલીમભાઈ કટીયા (ઉ.વ.૨૫) રહે લાતી પ્લૉટ શેરી નં.૧૧ મોરબીવાળાએ પોતાની સી.એન.જી.રીક્ષા રજીસ્ટર નંબર – જીજે-૩૬-યુ-૨૮૩૨ વાળી કિં.રૂ. ૧,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version