Site icon ચક્રવાતNews

મોરબીના જાંબુડીયા ગામે દાઝી જતાં સાત માસની માસુમ બાળકીનુ મોત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રીધમ કારખાના પાસે રેતી જેવા પડેલ ગરમ ઢગલા પર હાથમાં પડી જતા સાત માસની માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગત તા ૧૩/૧૦/૨૦૨૩ ના રોજ જીયાન્સીને લઇને તેની માતા કંચનબેન તથા તેની બીજી દિકરી રોશની એમ ત્રણેય જાંબુડીયા ગામની સીમમા આવેલ રીધમ સિરામિક કારખાના પાસે શાકભાજી તથા ફ્રુટ વેચવા માટે જતા રોશની તેની નાની બેન જીયાન્શીને લઇને કારખાનાની બહાર રેતી જેવા પડેલા ઢગલા ઉપર રમાડવા માટે જતા તે અંદરથી ગરમ હોય જેથી પગે દાઝવા લાગતા તેના હાથમાંથી પોતાની નાની બેન જીયાન્શી અકસ્માતે ઢગલામા પડી જતા તે શરીરે દાઝી જતા તેને તેની માતા કંચનબેન બચાવવા માટે જતા તેઓ પણ બન્ને પગના ભાગે દાઝી ગયેલ અને જીયાન્શી ઉ.વ. ૭ માસ વાળીનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Exit mobile version