Site icon ચક્રવાતNews

મોરબીના જૂના સાદુળકા ડમ્પિંગયાડ સામેનાં તળાવમાં ડૂબી અજાણ્યા યુવકનું મોત

મોરબી: મોરબીના જૂના સાદુળકા રોડ ડમ્પિંગયાડ સામે આવેલ તળાવમાં ડૂબી જતાં એક અજાણ્યા માણસનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ આજે સવારે દશ વાગ્યા આસપાસ મોરબીના સાદુળકા રોડ ડમ્પિંગયાડ સામે આવેલ તળાવમાં એક અજાણ્યો માણસ ડુબ્યો હોવાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી જેમાં સાત કલાકની ભારે જેહમત બાદ અજાણ્યા માણસનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

Exit mobile version