મોરબી: મોરબીમાં અસહ ગરમી અને બફારા વચ્ચે અચાનક જ વાતાવરણમા પલટો આવતાં સો-ઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું.
રાજ્યમાં હવામાન વિભાગે આગામી સમયમાં બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી ત્યારે આજે મોરબીમાં અસહ ગરમી અને બફારા વચ્ચે વાતવરણમાં પલટો આવ્યો હતો. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મોરબી સો- ઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તેમજ હળવદમાં પણ વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે ઉનાળુ વાવેતર જે ખેડૂતોએ તલ, મગ વગેરે જેવું ઉનાળુ પીયત કરેલ છે તેમને કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે છે જેથી ખેડૂતોની ચિંતા વધી છે.