Site icon ચક્રવાતNews

મોરબીના કોયલી ગામે ડેમી-૦૩ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો; સાત ગોમોને અલર્ટ કરાયા 

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલ ડેમી૦૩ ડેમમાં (દરવાજા વાળો ડેમ) ઉપરવાસના વરસાદ વરસતા પાણીની આવકને કારણે ૧૦૦ ટકા ડેમ ભરાઈ ગયો છે જેથી ડેમનો ૧ દરવાજો ૬ ઇંચ ખોલવામાં આવ્યો છે તેમજ તા. ૦૧-૧૦ ના રોજ બપોરે ૧૨ કલાકે ડેમનો ૧ દરવાજો ૮ ઇંચ ખોલવામાં આવનાર છે

જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનું ગામ સહિતના ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.

Exit mobile version