મોરબીના લાલપર ગામના યુવાનો દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે એક દિવસનો સેવા કેમ્પ યોજાયો
Morbi chakravatnews
મોરબીના લાલપર ગામમાં રબારી સમાજ અને પટેલ સમાજની એકતા થી દ્વારકાધીશ યુવા ગ્રુપ ચાલે છે. આ ગૃપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ગૃપ સેવા પરમો ધર્મ ના હેતુ થી શરૂ કરવામાં આવ્યું હતું. જેમા અનેક યુવાનો જોડાયા છે.
આ ગૃપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે એક દિવસનો સવારનાં નાસ્તા નો સેવા કેમ્પ યોજ્યો હતો જેમાં થેપલા, દહીં ભાજી, ચા ની સેવા આપવામાં આવી હતી. આ ગૃપના યુવાનો તમામ વસ્તુઓ જાતે મહેનત કરી બનાવે અને લોકોને પ્રેમથી પ્રસાદ સ્વરૂપે નાસ્તો પીરસવામાં આવ્યો હતો.