Site icon ચક્રવાતNews

મોરબીના મકનસર ગામે નજીવી બાબતે યુવક સહિત બે વ્યકિતને પાંચ શખ્સોએ લકડી વડે ફટકાર્યા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવકે આરોપીને પોતાની પત્નીને ચડામણી નહી કરવાની વાત કહેતા આરોપીને સારૂં ન લાગતા આરોપીઓએ યુવક તથા સાથી મધુબેનને લકડી વડે મારમાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે બેન્ક ઓફ બરોડા વાળી શેરીમાં સરકારી સ્કૂલની બાજુમાં રહેતા હિતેશભાઈ બાબુભાઈ દેગામા (ઉ.વ‌.૩૫) એ આરોપી જગદીશભાઇ ઘીરૂભાઇ દેગામા, રધુભાઈ જગદીશભાઇ દેગામા, આકાશભાઈ જગદીશભાઇ દેગામા, ભાવનાબેન જગદીશભાઇ દેગામા, લીલાબેન ઘીરૂભાઇ દેગામા રહે.બધા મકનસર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ભાવનાબેનને પોતાની પત્નીને ચડામણી નહી કરવાની વાત કરતા તેને સારૂં નહીં લાગતા આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે મારમાર્યો હતો તેમજ સાથી મધુબેનને લકડી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version