Site icon ચક્રવાતNews

મોરબીના માણેકવાડા ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે.

મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા મોરબી તાલુકાના માણેકવાડા ગામની ઢોરાવાળા રસ્તાની સીમમા આવેલ તળાવ પાસેથી આરોપી શોહિલ ઉર્ફે બાડો સુલેમાનભાઇ સુમરા રહે. મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧ કિં.રૂ.૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨,૦૦૦/- કુલ કિંમત રૂપીયા- ૫૦૦૦નો મુદ્દામાલ મળી આવતા આરોપીને ઝડપી પાડી એસ.ઓ.જી ટીમ દ્વારા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Exit mobile version