Site icon ચક્રવાતNews

મોરબીના નવલખી બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવાયું

મોરબી: અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવતા સમગ્ર રાજ્ય પર વાવાઝોડાનુ ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મોરબીના નવલખી બંદર પર બે નંબરનુ સિગ્નલ લગાવાયું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવતા રાજ્ય પર સંભવિત વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્ય પર ચક્રવાત નો ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી રાજ્યના અનેક બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે ત્યારે સંભવિત વાવાઝોડાને પગલે મોરબીના નવલખી પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને નવી સુચના ન મળે ત્યાં સુધી સિગ્નલ યથાવત રાખવામાં આવશે.

Exit mobile version