મોરબીના પંચાસર ગામની સીમમાંથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
Morbi chakravatnews
મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ફુલકી નદી પાસે શનાળા તરફ જવાના કાચા રસ્તેથી હાથ બનાવટની જામગીરી બંદુક સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે તાબાના પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ફુલકી નદી પાસે શનાળા તરફ જવાના કાચા રસ્તેથી એક ઇસમ સફુરભાઈ જલાબદીન કાજડીયા (ઉ.વ.૨૫) રહે. કાજરડા તા. માળિયા (મી) વાળા પાસેથી એક દેશી હાથ બનાવટી જામગરી બંદુક કિં રૂ.૨,૦૦૦ નો મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.