Site icon ચક્રવાતNews

મોરબીના પીપળી ગામે 7000 રૂપિયા આપવા જેવી બાબતે યુવાનને માર મારવામાં આવ્યો

મોરબીના પીપળી ગામની સામે સોસાયટીમાં રહેતા યુવકે આરોપીની પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું મોટરસાયકલ રીપેર કરાવેલ હોય જેનું બીલ દશ હજાર થતા યુવકે ત્રણ હજાર આપેલ હોય બાકીના રૂપિયા બે દિવસ પછી આપવાનું કહેતા કહેતા આરોપીઓએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સામે માનસધામ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ દેવશીભાઇ ટુડીયા (ઉ.વ.૪૧) એ આરોપી લાલાભાઈ મેવાળા રહે. પીપળી ગામ સામે માનસ ધામ સોસાયટી -૧ મોરબી તથા રાકેશ આહીર અને રાજકુમાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીએ લાલાભાઈના પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે -૦૩-ઈડી-૫૭૬૯ વાળુ રીપેરીંગ કરાવેલ હોય જેનું બીલ રૂ.૧૦,૦૦૦/- થયેલ હોય અને ફરિયાદીએ રૂ. ૩૦૦૦/- આપેલ હોય બાકીના રૂ.૭૦૦૦/-ની ફરિયાદી પાસે સગવડ ન હોય અને આરોપી અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતો હોય બાદ આરોપીઓ ફરિયાદિના ઘર પાસે ગયેલ અને ફરિયાદીને બહાર બોલાવી રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ બે દિવસ પછી આપી દેવાનું કહેતા આરોપીઓ એ યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version