મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટ એટેક આવતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ખોડાભાઇ જગાભાઇ પાંચીયા ઉવ-૪૯ રહેવાસી રફાળેશ્ર્વર ભરવાડ વાસ તાલુકો જિલ્લો મોરબી વાળાને પોતાના રહેણાંક મકાને શરીરે પરસેવો વળતા,છાતીમાં બળતરા તેમજ દુઃખાવો થતા સાહેદો સારવાર માટે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ મોરબી સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના ડૉક્ટરે જોઇ તપાસી પી.એમ. કરી હાર્ટ એટેક આવતા આધેડનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.