મોરબીના રાજપરનાં યુવાન અને તેના ભાઈને ત્રણ વ્યાજખોરોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
Morbi chakravatnews
વ્યાજખોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મોરબીમાં ફરી એક ઘટના સામે આવી છે
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા યુવકને ધંધામાં રૂપિયાની જરૂર હોય જેથી આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે પરત ન આપી શકતા આરોપીઓએ યુવકના ઘરે જઈ બળજબરી પૂર્વક ઉઘરાણી કરી યુવક તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને સરકારી નોકરી કરતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઇ ગોરધનભાઈ વડગાસીયા (ઉ.વ.૩૩) એ આરોપી ધર્મેન્દ્રભાઇ રાઠોડ રહે. મોરબી, ગોપાલભાઇ ગજેન્દ્રભાઇ ભટ્ટ રહે.વિરપર ગામ, હરિઓમ સોસાયટી તા.ટંકારા, માલદેભાઇ બાબુભાઇ આહિર રહે.મોરબી સંકેત ઇન્ડીયા શો-રૂમ પાછળ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધોમાં રૂપિયાની જરૂરત હોય જેથી આરોપી ધર્મેન્દ્રભાઇ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૩૦,૦૦,૦૦૦/- તથા આરોપી ગોપાલભાઈ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૨૦,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે રૂપિયા ફરીયાદી પાછા ન આપી શકતા ત્રણે આરોપીઓ ફરીયાદીના ઘરે જઈ રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ મનીષભાઇને મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.