Site icon ચક્રવાતNews

મોરબીના રાજપર ગામેથી યુવક લાપત્તા

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામેથી યુવક લાપત્તા થયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ચીમનભાઇ માધાભાઇ શીયાળ ઉ.વ.૪૫, શરીરે મધ્યમ બાંધાના, વાને ઘંઉવર્ણા, ઉંચાઇ આશરે પાંચેક ફુટ, જેમના એક હાથ ઉપર ગુજરાતીમાં “દેવાભાઇ” તથા બીજા હાથ ઉપર ગુજરાતીમાં “સોનલ” ત્રોફાવેલ છે જે વર્ણન વાળા ગઇ તા. ૦૫/૦૩/૨૦૨૪ ના સાંજના આશરે સાડા સાતેક વાગ્યા વખતે રાજપર ગામની સીમ ગાયત્રી ફાર્મ હાઉસથી શરીરે કાળા કલરનુ સ્વેટર તથા ભુખરા ખાખી કલરનુ પેન્ટ પહેરેલ તથા હાથમાં કાળા કલરનુ નાનુ પ્લાસ્ટીકનુ ઝબલુ સાથે લઇ કોઇને કાંઇ જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયેલ હોય અને ત્યારબાદથી ઘરે પરત ના આવતા ચીમનભાઈના પત્ની સોનલબેન એ આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમ રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version