Site icon ચક્રવાતNews

મોરબીના રણછોડનગરમાંથી વિદેશી દારૂની 20 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે રહેતા આરોપી શનીભાઈ નવીનભાઇ મારૂણીયાએ (ઉ.વ.૩૦) એ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના ઘરની સામે કાંટાની વાડમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version