મોરબીના રંગપર ગામે કારખાનામાં સીડી પરથી પટકાતા બાળકનુ મોત
Morbi chakravatnews
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઇમ્પીરીયલ સીરામીક લેબર ક્વાર્ટરના પહેલા માળની સીડી ઉપરથી નીચે પડી જતા બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સીબુ ભગવાનભાઇ માલવીયા ઉ.વ.૦૮ રહે. હાલ રંગપર ગામની સીમ આવેલ ઇમ્પીરીયલ સીરામીક લેબર કર્વાટરમાં તા.જી. મોરબી વાળા ઇમ્પીરીયલ સીરામીક લેબર કર્વાટરના પહેલા માળની સીડી ઉપરથી કોઇ પણ કારણસર પડી જતા ઇજા પહોંચતા સીબુ નામના આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.