Site icon ચક્રવાતNews

મોરબીના રવાપર રોડ પર વૃક્ષ ધરાશયી થતા એક્ટીવા ચાલક ઈજાગ્રસ્ત 

મોરબી: મોરબીના રવાપર રોડ ઉપર વૃક્ષ ધરાશયી થતા વૃક્ષ પાસે ઉભેલ એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર નિલકંઠ સ્કુલ પાસે વૃક્ષ ધરાશયી થયુ હતું ત્યારે વૃક્ષ પાસે ઉભેલ એક્ટિવા ચાલક ઉપર પડતા એક્ટીવા ચાલક ઈજાગ્રસ્ત થતા ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Exit mobile version