Site icon ચક્રવાતNews

મોરબીના ટીંબડી ગામ નજીક જીતો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા 13 ઘેટા-બકરાના જીવ બચાવ્યા

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર ટીંબડી ગામ નજીક ટીંબડી ગામની કટ પાસે રોડ ઉપર જીતો કારમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા ૧૩ ઘેટા – બકરાને બચાવી લઈ બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના અંજાર ગામે હેમલાય ફળીયુ બાપુની દરગાહ પાસે રહેતા શબીરભાઈ મહમદ હનીફ શેખ (ઉ.વ‌.૩૦) તથા ધારીભાઈ બચુભાઈ જીલીયા (ઉ.વ.૪૫) રહે. ત્રાજપર ચોકડી, પેટ્રોલપંપ પાછળ ઝુંપડામાં મોરબીવાળાઓએ પોતાના કબ્જા ભોગવટા વાળી મહીન્દ્રા જીતો કાર રજીસ્ટર નંબર -જીજે-૧૭-યુયુ-૬૭૫૯ વાળીમા ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બકરા નંગ -૧૦ અને ઘેટા નંગ -૦૩ એમ કુલ ૧૩ ઘેટા બકરાને બચાવી વીવેકભાઈ વેલજીભાઈ આઘારાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ -૧૧(૧)(ડી),(આ),(એફ), તથા જી.પી.એકટ કલમ -૧૧૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version