મોરબીના ટીંબડી પાટીયા પાસે યુવકને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
Morbi chakravatnews
મોરબી: મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીર આશ્રમ ખાતે યુવકની પત્ની સમાધાન કરી લેવા બાબતે બે શખ્સોએ રાત્રીના ફોન કરી ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ જનકપુરી કોમ્પ્લેક્ષ તેની સામે એમ.સી. આવાસ યોજના રાજકોટમાં રહેતા મનિષભાઇ ગોવીંદભાઇ સોલંકી (ઉ.વ.૩૨) એ આરોપી ફેજલ સંધી રહે. નવા નાકા પાસે, ખંભાળિયાવાળા તથા રાકેશભાઈ રાઠોડ રહે – નવા નાકા પાસે, ખંભાળિયાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી ફેજલ સંધિ તથા રાકેશભાઇ રાઠોડએ ફરીયાદીની પત્નિ સાથે સમાધાન કરી લેવા બાબતે તા-૦૨/૧૨/ ૨૦૨૨ના રાત્રીના પોણા બારેક વાગ્યે ફરીયાદી એકલો હતો ત્યારે ફરીયાદીને ફોન ઉપર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનીષભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.