મોરબીના ટીંબડી પાટીયા પાસે દુકાનમાંથી નશીલી શીરપની બોટલો ઝડપાઈ
Morbi chakravatnews
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ “રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ” નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.
મોરબી સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સ પાસે પહોંચતા રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ ” નામની દુકાનના દુકાનદાર કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા ઉ.વ.૪૦, રહે. નવી ટીંબડી, તા.જી.મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કુલ બોટલ નંગ-૩૮ કિં.રૂ.૫૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.