Site icon ચક્રવાતNews

મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના આલાપપાર્ક રોડ પર પટેલનગર લવકુશ એપાર્ટમેન્ટ -૫૦૨ માં રહેતા નિલેશભાઈ મોહનભાઈ કંઝારીયા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ-૮૭૫૧ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version