Site icon ચક્રવાતNews

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉમા ટાઉનશીપ ખાતે પણ તિરંગા યાત્રા યોજી ઉજવણી કરાઇ હતી આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુંજતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

આ તિરંગા યાત્રામાં કાંતિભાઈ અમૃતિયા સહિત ઉમા ટાઉનશીપ ના રહીશો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આખા ઉમા ટાઉનશીપમાં આ યાત્રા ફરી હતી જેથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

Exit mobile version