Site icon ચક્રવાતNews

મોરબીના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો; ઉઠી ધુળની ડમરીઓ

મોરબી: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે મોરબી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના પાંચેક વાગ્યાના સમયગાળામાં મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધૂળની આંધી ઉઠ્યા બાદ વરસાદ જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું .

ચાલુ વર્ષ ચોમાસુ વેહલું હોય તેવા અણસાર વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની મોરબી સહિતના જિલ્લામાં આગાહી કરી હતી તેવા સમયે જ સોમવારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક હવામાનમાં બદલો આવવાની સાથે ધૂળની ડમરીઓ ઉઠી હતી અને વાંકાનેરમા કરા સાથે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Exit mobile version