Site icon ચક્રવાતNews

મોરબીના વાવડી રોડ પર બે પરિવાર બાખડયા સામસામે નોંધાઈ ફરીયાદ 

મોરબીના વાવડી રોડ પર ધર્મનગર સોસાયટીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે પરિવારે ઝઘડો કરી ધોકા વડે મુંઢમાર કરી બંને પરિવાર દ્વારા સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે ઓમ પાર્ક સિધ્ધી વીનાયક સોસાયટી પાછળ ખોડિયાર ડેરી સામે રહેતા પારસભાઈ પ્રવીણભાઈ સુરાણી (ઉ.વ.૨૬) એ આરોપી જગદીશભાઇ વ્યાસ, રૂપેશ જગદીશભાઇ વ્યાસ, અમીત જગદીશભાઇ વ્યાસ, કાજલબેન અમીતભાઇ વ્યાસ, રહે. બધા વાવડી રોડ ધર્મનગર સોસાયટી મોરબી તથા જગદીશભાઇના જમાઈ રહે. રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને અગાઉ આરોપી સાથે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ સાહેદ પંકજભાઈ તથા ફરીયાદી લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઇજા કરી હતી તેમજ સાહેદ મનીષાબેન તથા સાહેદ હેતલબેન સાથે ઝઘડો ઝપાઝપી કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હોવાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે મોરબીના વાવડી રોડ પર ધર્મનગરમા મકાન નં-૪૮ મા રહેતા જગદીશભાઇ પ્રહલાદભાઈ વ્યાસ (ઉ.વ.૬૩) એ આરોપી હેતલબેન પંકજભાઈ સુરાણી, પંકજભાઈ પ્રવીણભાઈ સુરાણી, પારસભાઈ પ્રવીણભાઈ સુરાણી રહે બધાં વાવડી રોડ ધર્મનગર સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને અગાઉ આરોપી સાથે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપી હેતલબેને સાહેદ કાજલબેનને ગાળો આપી જપાજપી કરેલ તથા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે મારમારી ઈજા કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version