મોરબી શહેરમાં મંજૂરી વગરના ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે કોઈપણ જાતની મંજૂરી વગર મજા આવે ત્યાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના નાની કેનાલ રોડ પર આવેલ ઓમપર્ક સોસાયટીમાં વજેપર સર્વ નંબર -૧૨૫૪/૦૩મા આવેલ જગ્યા પર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે અટકાવવા સ્થાનિક રહેવાસીએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી બાંધકામ અટકાવવા રજુઆત કરી છે.
મોરબી નગરપાલિકા હતુ ત્યારે પણ મોરબી શહેરમાં અણઘડ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવતા હતા અને અનેક વખત લોકોએ આ બાબતે પાલિકા ચીફ ઓફિસરને રજુઆતો કરી હતી મીડીયામાં ગેરકાયદેસર બાંધકામ બાબતે સમાચારો પ્રસિદ્ધ થતા હતા. અને હાલ મોરબી મહાનગરપાલિકા બની ચુકી છે પરંતુ આ પ્રશ્ન હજું ત્યાંને ત્યાંજ છે આજે પણ લોકો મનફાવે ત્યાં ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી થોડા દિવસ પહેલા ચક્રવાત ન્યૂઝ દ્વારા એક સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા જેમાં મોરબીના રવાપર ચોકડી નજીક બની રહેલા શોપિંગ બાબતે પણ સમાચાર પ્રસિદ્ધ થયા હતા અને તે શોપિંગ બનતા કેવી કેવી સમસ્યાઓ ઉદભવશે તે પણ જણાવવામાં આવ્યું હતું ત્યા વધું એક ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું સામે આવ્યું છે જેમાં મોરબીના નાની કેનાલ રોડ પર આવેલી ઓમપર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઈ રાઘવજીભાઈ મોરડીયા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં વજેપર સર્વે નંબર ૧૨૫૪/ પૈકી ત્રણ ની જગ્યા આવેલી છે જેમાં જગ્યાના માલિક કલાભાઈ ડાયાભાઈ પરમાર પોતે ત્યાં કોઈપણ જાતની મંજૂરી લીધા વગર બીન અધિકૃત રીતે હાલ બાંધકામ કરી રહ્યા છે અને તે બાંધકામ સરકારી ધારાધોરણ મુજબ નથી બની રહ્યું જેથી અટકાવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમીશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા દર અઠવાડિયે ડીમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે તેને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે જો મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર પ્રકાશ પાડી તેને અટકાવવા પર એક દિવસ રાખવો જોઈએ અને મોરબી શહેરમાં જે કોઈ પણ જગ્યાએ આવા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે તે અટકાવવા જોઈએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ ત્યારે આવનારા દિવસોમાં જોવુ રહ્યુ કે શું કમીશ્નર દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામો તપાસ કમિટી દ્વારા તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવશે કે નહી?