Site icon ચક્રવાતNews

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે SSCબોર્ડની પ્રિ-પરીક્ષાનુ આયોજન

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ તારીખ ૦૯-૦૨-૨૦૨૫ ને રવીવારના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી આયોજન કરેલ છે.

આ પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા , રસીદ, ઉતરવહી , બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ બોર્ડ પરીક્ષા દ્રારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે ખાસ આયોજન કરેલ છે.

જે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનો ડર હોય બોર્ડ પરીક્ષા કેવી હોય, બોર્ડની પરીક્ષાનો હાવ દુર કરવા માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે આ પ્રિ પરીક્ષાનુ આયોજન કરવામાં આવેલ છે.

Exit mobile version