Site icon ચક્રવાતNews

મોરબીની લીલાપર ચોકડી નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીની લીલાપર ચોકડીથી આગળ રફાળીયા રોડ તરફ જતા તિર્થક પેપર મીલની સામે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીની લીલાપર ચોકડીથી આગળ રફાળીયા રોડ તરફ જતા તિર્થક પેપર મીલની સામે રોડ ઉપરથી આરોપી કિશનભાઇ મનરાખાન આહીર રહે. લીલાપર ગામની સીમ તિર્થક પેપર મીલની ઓરડીમાં તા. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૫૫૦ નો મુદામાલ મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version