Site icon ચક્રવાતNews

મોરબીની રવાપર તાલુકા શાળા દ્વારા રવાપર રોડ પર વ્યસન મુક્ત રેલી યોજાઇ 

મોરબી રવાપર તાલુકા શાળા દ્વારા વ્યસનમુક્તિ અભિયાનની શરૂઆત કરી હતી જેમાં રવાપર રોડ રેલી યોજી વ્યસનમુક્ત મોરબી શહેર બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મોરબીમાં વ્યસનનો અતિરેક હોવાથી મોરબીના સારા ભવિષ્ય માટે સૌથી વધુ જન જાગૃતિ વ્યસન બાબતે જરૂરી હોવાથી રવાપર તાલુકા શાળાના વ્યસન મુક્ત શિક્ષકો દ્વારા “બરબાદીનું કારણ …. દારૂ દારૂ બીડી…… નર્કની સીડી” “थोड़े पलकी मजा…. सारी जिंदगी सजा” “Say no to drugs….say yes to life.” જેવા નારાથી વ્યસનમુક્તિ અભિયાનની શરૂઆત કરી હતી તેમજ મોરબીની સમજુ પ્રજાજનો સાથે મળી આ અભિયાનમાં જોડાઈ મોરબીને ગુજરાતનું પ્રથમ વ્યસનમુક્ત શહેર બનાવવા મોરબી વાસીઓને અપીલ કરી હતી.

Exit mobile version