મોરબીની સંસ્થાઓ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું
Morbi chakravatnews
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ સંપન્ન
અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષી ઓને રાહત મળે તે માટે 2000 ચકલા ઘર અને પાણી ના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
ત્યારે મોરબીના પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો ઉત્સાહ ભેર લાભ લીધો. આ સેવાકીય જીવદયા પ્રોજેક્ટ મા લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટ માંથી તેમજ મોરબીની પ્રયાવર્ણ પ્રેમી લોકો તરફથી આર્થિક સહયોગ મળેલ.