Site icon ચક્રવાતNews

મોરબીની ત્રાજપર ચોકડી પાસે યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો 

મોરબી શહેરમાં આવારા તત્ત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી નજીક સામુ જોવા બાબતે એક શખ્સે યુવકને ગાળો આપી છરી વડે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં હડકાઈ માતાજી વાળી શેરીમાં રહેતા કિશનભાઇ બેચરભાઈ પાટડીયા (ઉ.વ.૨૫) એ આરોપી વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઈ સેલાણીયા રહે. ત્રાજપર ગામવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિને સામુ જોવા બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે ફરીયાદિને માથાના ભાગે તેમજ ડાબા હાથના કાંડાના ભાગે તેમજ ડાબે આંખના ઉપરના ભાગે ઇજા કરી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version