Site icon ચક્રવાતNews

મોરબીની વૈભવનગર સોસાયટીમાથી નેપાળી ઘરઘાટી દ્રારા કરેલ ચોરીમા આરોપી દંપતી મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર)થી ઝડપાયા 

મોરબી: મોરબી શહેરમા વૈભવનગર સોસાયટીમા વૈભવ એપાર્ટમેન્ટમાથી રહેણાંક ફલેટમાથી નેપાળી ઘરઘાટી દ્રારા કરેલ ચોરી મા આરોપી દંપતીને મુદામાલ સાથે ઠાણે (મહારાષ્ટ્ર)થી મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

ગઇ તા.૨૩/૪/૨૦૨૩ ના રોજ ફરીયાદી કમલેશભાઇ નરશીભાઇ હુલાણી રહે.મોરબી શનાળા રોડ વૈભવનગર સોસાયટીમાં આવેલ વૈભવ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧ વાળાના રહેણાંક વાળા ફલેટમાંથી એપાર્ટમેન્ટમા ચોકીદાર તરીકે નોકરી કરતા આરોપીઓ ફરીયાદી પ્રસંગમા બહારગામ જતા ફરીયાદીના ફલેટના વેન્ટીલેશનની બારી ખોલી બાથરૂમ વાટે મકાનમા પ્રવેશ કરી રોકડ રૂપીયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.૧૩,૨૪૦૦૦/-ની ચોરી કરી નાસી જતા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુન્હો રજીસ્ટર થયેલ હતો.

બાદ આકામની તપાસ દરમ્યાન આરોપીઓ અલગ અલગ ટીમો બનાવેલ હોય તે પૈકી એક ટીમને મહારાષ્ટ્ર રાજયના ઠાણે ખાતે મોકલવામા આવેલ હતી જેઓએ ટેકનીકલ તેમજ હયમુન સોર્સીસ આધારે ચોરી કરનાર રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી) ધંધો વોચમેન/ઘરઘાટી તથા શાંન્તા ઉર્ફે સરીતા રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (નેપાળી) ઉ.વ.રર ધંધો ઘરઘાટી મજુરી રહે.બંને વૈભવનગર,વૈભવ એપાર્ટમેન્ટ વોચમેન રૂમ, મોરબી હાલ રહે.હાલ બંન્ને નવીમુંબઇ તલોજા, ફેસ-ર સેકટર-૧૬ આશાબરી બીલ્ડીંગ એલ-૧૭/૮૦૬ રહે.વતન ગામ કોટપાડા જિલ્લો કાલીકોટ ગામ-પાલીકા કુમલગાંવ દેશ-નેપાળવાળા બંને પતિ-પત્નીને ઠાણેથી શોધી પકડી પાડેલ હોય અને મજકુર બંને આરોપીઓને મોરબી ખાતે લાવી પુછપરછ કરતા તેના કબ્જામાથી રોકડ રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ તથા આરોપીઓનુ ભારતનુ પાનકાર્ડ, આધારકાર્ડ, પોસ્ટ ખાતાની બચતબુક તથા એસ.બી.આઇનુ એ.ટી.એમ એમ ડોકયુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Exit mobile version