મોરબી: મોરબી રૂગનાથજી મંદિર સામે બજાર લાઈન નગર દરવાજાની અંદર કે.કે.વાસણની દુકાન અને મકાનની નવેરીમા કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી રૂગનાથજી મંદિર સામે બજાર લાઈન નગર દરવાજાની અંદર રહેતા ચંન્દ્રેશભાઈ અશ્વિનભાઈ કાગડા (ઉ.વ.૩૪) પોતાની ઘરે બાજુમાં આવેલ કે.કે. વાસણની દુકાનમાં કોઈ કારણસર પોતાની જાતે દુકાન અને મકાનની નવેરીમા લોખંડની એંગલ સાથે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.