Site icon ચક્રવાતNews

મોરબીના વીસીપરા પાસે તલવાર લઈને નીકળેલ શખ્સને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

મોરબી શહેરમાં રાત્રી દરમિયાન હાથમાં તલવાર લઈને સીન સપાટા કરતા યુવકને બી ડિવિઝન પોલીસે પકડી લઈને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા મેઈન રોડ ઉપર જાહેરમાં તલવાર લહેરાવીને નીકળેલ હર્ષરાજસિંહ ભરતસિંહ ઝાલા ઉવ.૧૯ રહે.મોરબી યમુનાનગર શેરી નં.૪ નવલખી રોડ વાળાની અટક કરવામાં આવી તેની વિરુદ્ધ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Exit mobile version