Site icon ચક્રવાતNews

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ટીમ

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યા બાબતે વાંકાનેર સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અને આ બનાવને ગણતરીની કલાકોમાં જ ડિટેક્ટ કરી પ્રેમ પ્રકરણ મામલે ગળુ દબાવી યુવાનની હત્યા કરનાર એક મહિલા અને પુરુષની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તા.૨૫ના વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં પાંચાભાઇ રૂપાભાઇ રંગપરા (ઉ.વ. ૩૦, રહે.જાલી તા.વાંકાનેર) નામના યુવાનનું પ્રથમ દવા પીવાથી મોત થયું હોવાનું જણાવતા, આ બાબતે શંકા ઉપજતા પોલીસે મૃતકની લાશનું ફોરેન્સીક વિભાગ રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા રીપોર્ટમાં યુવાનનું મોત ગળે ટુંપો આપવાથી શ્વાસ રૂંધાઇ જતા થયાનો ખુલાસો થયો છે. જેથી આ બાબતે મૃતકના ભાઈ ફરીયાદી ચોથાભાઇ રૂપાભાઇ રંગપરાએ આરોપી અરૂણાબેન ગોરીયા તથા ધનજીભાઈ માલકીયા સામે ફરિયાદ નોંધાવી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં આરોપી ૧). અરૂણાબેન મનસુખભાઇ ગોરીયા (ઉ.વ. ૩૫, રહે.જાલી) અને ૨). ધનજીભાઇ કાનાભાઇ માલકીયા (ઉ.વ. ૨૩, રહે.જાલી) વચ્ચેના પ્રેમ સંબંધમાં મરણ જનાર આડખીલી રૂપ હોય, જેથી આરોપીઓએ સાથે મળી પુર્વે આયોજીત કાવતરૂ રચી પાંચાભાઈને ગળે ટુંપો આપી મોત નિપજાવી, મરણ જનારે દવા પીધેલ હોવાની ખોટી સ્ટોરી જણાવી ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. જેથી આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમા બંને આરોપીઓની ધરપકડ કરી પુછપરછ કરતા બંનેએ ગુનો કર્યાની કબુલાત આપી હતી

Exit mobile version